⚜ગુજરાતી સાહિત્યના શેર⚜

🌱કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,

નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

*- જલન માતરી*

 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱ઘર સુધી તું આવવાની જીદ ન કર,

ઘર નથી નહીંતર હું ના પાડું તને?

*- ખલીલ ધનતેજવી*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.

*- મનોજ ખંડેરિયા*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱ક્રોધ મારો જોઈને ડરશો નહીં,

પુષ્પના ડાઘા કદી પડતા નથી.

*- ચિનુ મોદી*

 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 

🌱ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,

જીભ કચડાય તો દાંત તોડાય નૈં.

*- અનિલ ચાવડા*

 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
 
🌱ચિંતા કરવાની મેં છોડી,

જેવું પાણી એવી હોડી.

*- ભાવેશ ભટ્ટ*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱સિગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ,

આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.

*- ભાવિન ગોપાણી*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱અફસોસ કેટલાય મને આગવા મળ્યા,

ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.

*- ભરત વીંઝુડા*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,

ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

*- અનિલ ચાવડા*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?

કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

*- જલન માતરી*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,

મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.

*- મરીઝ*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

*- મરીઝ*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?

કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

*- ઉદયન ઠક્કર*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,

પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

*- ગૌરાંગ ઠાકર*

 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,

એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.

*- રાજેન્દ્ર શુક્લ*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱તમને સમય નથી અને મારો સમય નથી,

કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

*- બાપુભાઈ ગઢવી*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

*- બરકત વિરાણી ‘બેફામ’*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱તફાવત એ જ છે,તારા અને મારા વિશે, ઘાયલ!

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું

*- અમૃત ઘાયલ*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.

*- સૅફ પાલનપુરી*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,

હું કહું છું જિંદગી ધોવાય છે.

*– શયદા*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

*- આદિલ મન્સૂરી*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,

જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

*- મરીઝ*

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

*- મરીઝ*
 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱સમયની શોધ થઈ તેની આગલી સાંજે

મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?

*- મુકુલ ચોક્સી*

 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,

આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.

*- ઉદયન ઠક્કર*

 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌱મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,

હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.

*– મરીઝ*

Comments