*દર વર્ષે પંદરમી ઓગષ્ટે 26 જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ પરંતુ આપણી સ્વતંત્રતા લાવવા માટે ભારતની પ્રજાએ અનેક બલિદાનો આપ્યા છે. નામી-અનામી અનેક ક્રાંતિવીરો શહીદોના રકતથી આઝાદીનો ઇતિહાસ લખાયો છે. માતૃભૂમિની સ્વતંત્રતા જ જેમનું જીવન લક્ષ્ય હતું એ ક્રાંતિકારીઓ પરમ વંદનીય... પૂજનીય છે.*
*🇮🇳♻️🇮🇳♻️🇮🇳🇮🇳સ્વતંત્ર ભરતના પ્રત્યેક સંતાને એમને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરવા જોઇએ. એમના મહાન સમર્પણની પાછળ સાહસ, શૌર્ય, અને ધૈર્ય હતાં. એમણે અપાર કષ્ટો સહન કર્યા... પણ મુખમાંથી ‘વંદે માતરમ' અને ‘ભારત માતા કી જય'ના જય ઘોષ જ નીકળ્યા.*
👁🗨✅આ ક્રાંતિવીરોના પ્રેરક જીવન-કથનથી યુવા પેઢીએ સુજ્ઞાત થવું જોઇએ. અહીં ક્રાંતિવીર ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના પ્રેરક જીવનથી વર્તમાન પેઢી તે તેમની દેશભકિતથી અવગત કરવાનો પ્રયત્ન કરાયેલ છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની બે ધારાઓમાં સશષા ક્રાંતિજંગની ચિનગારી ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવથી પ્રગટી હતી. *૧૮૫૭ના વીર નાયકો નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, વિગેરેમાં તેજસ્વિની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ છે. નાની વયમાં જ તે પ્રખર બુદ્ધિમતી, રણનીતિ કુશળ અને રાજય વહીવટમાં અત્યંત દક્ષ હતાં. ભારતના ઇતિહાસમાં બ્રિટિશ સલ્તનતને હફાવનાર બ્રાહ્મણ વીરાંગના રાણી લક્ષ્મીબાઇનું બલિદાન સદા અવિસ્મરણીય રહેશે.*
*🔷🇮🇳♦️♻️⭕️ભારતની પવિત્ર ભૂમિ વારાણસી-કાશીમાં ચીમનાજી આપ્યા પેશ્વાના રસાલામાં એક દંપતિ હતું... મોરોપંત તાંબે અને તેમના પત્ની ભાગીરથી બાઇ આ દંપતિને ત્યારે ખ્યાલ ન હતો કે તેઓનું નામ ઇતિહાસને પાને અમર બનશે.*
💠👉 ઇ.સ. ૧૮૩૫ના નવેમ્બરની ૧૯મી તારીખે નામ *મનુબાઇ હતું.* એક જયોતિષીએ કહ્યું હતું કે ‘આ છોકરી રાજલક્ષ્મીથી અલંકૃત થઇને ઐશ્વર્ય પામશે! કોણ માને આ ભવિષ્ય વાણી, અકિંચન બ્રાહ્મણની પુત્રી માટે? મનુ બાળપણથી જ સુશીલ, ચતુર અને સ્વરૂપવાન હતી. તેટલી જ સ્વાભિમાની અને કુશાગ્ર બુદ્ધિજીની હતી. મનુભાઇ ચાર વર્ષની થઇ ન થઇ ત્યાં તો માતાનું અવસાન થયું અને પુત્રીનો બધો જ ભાર પિતા મોરોપંત પર આવ્યો.
*👁🗨✅મનુબાઇ પિતાને મન પુત્રથી પણ અધિક હતી. બાળપણમાં તેને ભારતની શ્રેષ્ઠ નારીઓના જીવન ચરિત્રોની કથા તેઓ કહેતા અને તેના ચરિત્રનું ઘડતર કરતાં. તેણીને મરાઠી, સંસ્કૃત અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ તેમણે આપ્યું. મનુબાઇનું બાળપણ પેશ્વા બાજીરાવના દસક પુત્ર નાના તથા રાવસાહેબ સાથે પસાર થયું હતું.*
⚔🗡⚔🛡 તેની સુંદરતા અને ચપળતાના કારણે તે સૌના આકર્ષણનું પાત્ર બની. તેનું હુલામણું નામ છબીલી પડયું. પિતાએ મનુને તલવારબાજી, ઘોડેસવારી અને બંદૂકથી નિશાન તાકવામાં કૌશલ્ય પ્રાપ્ત કરાવ્યું હતું.
*⛏⚔👁🗨મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા ત્યારે ગંગાધર રાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને મનુ ફકત ૧૩ થી ૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ બની. ૧૯મી સદીની શરૂઆતમાં અંગ્રેજો વ્યાપાર અર્થે ભારત આવ્યા હતાં. પરંતુ ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિ જોઇ તેઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને નામે રાજકીય શાસન ક્રમશઃ પ્રાપ્ત કરવાની શરૂઆત કરવા માંડી હતી.⛓⛓ લગ્ન થયા પહેલા ગંગાધર રાવને શાસનનો અધિકાર ન હતો. જે લગ્ન બાદ મળ્યો પરંતુ ત્યારે કંપની સરકાર સાથે એક કરારનામું થયું ઝાંસી રાજયે આપવો પડશે. ગંગાધર રાવને આ વાત ખટકી છતાં સ્વીકાર્યા વિના છુટકો ન હતો. તેણે એક ઇલાકો અંગ્રેજોને લશ્કરના નિભાવ માટે આપી દીધો. પ્રજાને પોતાનો પ્રદેશ ખંડિત થયો તે વાત ખટકી. રાણી લક્ષ્મીબાઇ આ બધું નિહાળતી, કયારેક કટાક્ષ પણ કરી લેતી. તે મહેલમાં પોતાની સાહેબીઓને શારીરિક તાલીમ આપતી હતી. રાજાનો રંગભૂમિનો પ્રેમ તેને ખટકતો હતો. તેણીને રણભૂમિ પ્રત્યે પ્રેમ હતો. તેણી માનતી કે દેશને ત્યારે રસિકતાની નહિં, પણ વીરત્વની જરૂર હતી.*
✅🙏ઇ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઇએ એક પુત્રને જન્મ આપ્યો. ઝાંસીન ભાગ્ય બે ડગલાં આગળ હતું. ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઇનું બાળક અવસાન પામ્યું. *સન ૧૮૫૩માં ગંગાધર રાવ અને લક્ષ્મીબાઇએ આનંદરાવ નામનો તેમની જજ્ઞાતિનો એક બાળક દતક લીધો. તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું. ૧૮૫૩માં ગંગાધર રાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઇ વિધવા થઇ. તેના શિર પર એક અરક્ષિત રાજયની જવાબદારી હતી અને બીજુ બાજુ તેના હાથમાં નાનકડો દતક પુત્ર હતો. એક બાજુ ડેલહાઉસી તેનું રાજય ખાલસા કરવા ટાંકી રહ્યો હતો. સન ૧૮૫૩માં ડેલહાઉસીનો હુકમ આવ્યો, ‘કંપની સરકાર સ્વ. ગંગાધર રાવના વારસ તરીકે દામોદર રાવને દતક લેવાનો અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો નિર્ણય થઇ ચૂકયો છે. રાણી એ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં જઇને વસવાટ કરવો. માસીક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે.* આ હુકમનામું વંચાયુ ત્યારે રાણી અવાક થઇ ગળ અને વીરાંગના બની તેણે પડકાર કર્યો. ઝાંસી અંગ્રેજો ને સોંપી દેવું પડયું. તેણીએ તીર, બંદૂક વાપરવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ. તેણીને કાઠિયાવાડી ઘોડા ખૂબ ગમતાં.
*👁🗨✅.... લક્ષ્મીબાઇએ ઝાંસીની રાજય વ્યસ્થા પોતાના હાથમાં લીધા પછી તેની સ્થિતિ સુધરી હતી. સૈન્ય સાથે સાથે એકસ્ત્રી સૈન્ય પણ ઉભુ કરવામાં આવ્યું હતું. ઝાંસીનું એકે એક ઘર યુદ્ધની તૈયારીમાં લાગી ગયું હતું. આ બધા સમાચાર સાંભળીને અંગ્રેજ જનરલ રોઝને થયું જયાં સુધી રાણી લક્ષ્મીબાઇને પકડી કે મારીશું નહીં, ત્યાં સુધી હિંદુસ્તાનમાં બ્રિટીશ સતા સ્થાપી શકાશે નહિં અને તે એક લશ્કરની ટુકડી લઇ ઝાંસી આવી પહોંચ્યો. ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યુ ત્યારે રાણીએ જાતે શષાો ઉપાડયા તેણીએ પુરૂષનો પોષક પહેર્યો અને યુદ્ધની દેવી જેમ લડી. જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઇ છે. ઝાંસી છોડી કાલ્પી પહોંચી તાત્યા ટોપે અને રાવ સાહેબને મળી. જનરલ રોઝે એક યુકિત કરી... અંગ્રેજો મહારાજા જયાજીરાવને ફરીથી ગાદી પર સ્થાપિત કરવા માટે બજાવામાં આવશે. આમ ફરીથી લડાઇ શરૂ થઇ. રાણીની યુદ્ધ કુશળતાએ જ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી. બીજો દિવસે અંગ્રેજોની યુદ્ધ નોબતો ગડગડી ઉઠી.*
*👁🗨 રાણીએ રામચંદ્રશ દેશમુખને બોલાવ્યા અને કહ્યું કે ‘‘ હું યુધ્ધમાં મૃત્યુ પામુ તો મારા પુત્ર દામોદરની બરાબર સંભાળ લેજો અને મારુ શરીર મારા ધર્મમાં માનતા નથી, તેવાઓને સોંપી દેશો ન દિ'* ' અપેક્ષા પ્રમાણે રોઝનો તે દિવસે વિજય થયો અને પૂરની જેમ અંગ્રેજ લશ્કર કિલ્લામાં ધસી આવ્યું. હવે રાણીને અહીંથી બચવા સિવાય કોઇ માર્ગ રહ્યો નથી. બે દાંતની વચ્ચે લગામને દબાવી રાણી અ બંને હાથે તલવારો પીંઝવા માંડી. અંગ્રેજ લશ્કરે તેમને ઘેરી લીધા. આકાશ પણ રક્તરંગી બન્યું હતું. એક અંગ્રેજ સેૈનિકે રાણીની નજદીક આવીને તલવાર ભોંકી અને તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એક અંગ્રેજ સૈનિકે તેની જમણી જાંઘમાં ગોળી મારી, ડાબા હાથનો ઝાટકો મારી રાણીએ તે સૈનિકનો પણ અંત આણી દીધો.
*⚙⛓⚔🛡એક અંગ્રેજ સૈનિક ઝડપથી તેની પાછળ પડીને રાણીના જમણા ગાલને ચીરી નાખ્યો. રાણીની આંખનો ડોળો ભરડાઇ ગયો. રાણી એટલી બધી ઘવાઇ હોવા છતાં પોતાના ડાબા હાથથી તલવાર પડે તેણીતે સૈનિકનો હાથ કાપી નાખ્યો. રઘુનાથસિંહ અને રામચંદ્રરાવે રાણીને ઘોડા પરથી ઉતરવામાં મદદ કરી અને કહ્યુ કે હવે આપણે બાબા ગંગાદાસને ઘેર પહોંચી જવું જોઇએ.
*🔪🛡⚔🛡રામચંદ્રરાવ રડતા બાળક દામોદરરાવ અને રાણીને ગંગાદાસના ✅ઘેર લઇ ગયો. ગંગાદાસ રાણીના મુખમાં પવિત્ર ગંગાજળ મુક્યું રાણીને થોડી શાંતિ થઇ અને ધ્રુજતા અવાજે રાણીએ હોઠ ફફડાવ્યા ‘હર હર મહાદેવ' ને પછી તે બેભાન બની ગઇ.. ફરી રાણીએ આંખો ખોલીને ભગવતગીતા ના શ્લોકો યાદ કર્યા હતા. તે બોલતી હતી. ધીમે ધીમે અવાજ નબળો થતો ગયો ‘વાસુદેવ હું વંદન કરૂ છું' આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું. ૨૨ વર્ષની અલ્પ આયુષ્ય તેમણે ભોગવી હતી.*
👉રાણી લક્ષ્મીબાઇ સ્વરાજ્ય માટે લડી, સ્વરાજ્ય માટે મરી અને સ્વરાજ્ય પાયામાં પથ્થર બની.
Comments
Post a Comment