*⚔️છત્રપતિ શિવાજી⚔️*

*●જન્મ:-* 19 એપ્રિલ, 1627

*●જન્મસ્થળ:-* પૂનાની ઉત્તરે આવેલા જુન્નાનગર સમીપ આવેલા *શિવનેરીના કિલ્લામાં*

*●ઉપાધિ:-* છત્રપતિ

*●કુટુંબ:-* ભોંસલે

*●માતા:-* જીજાબાઈ

*●પિતા:-* શાહજી ભોંસલે

*●લગ્ન:-* સયબાઈ

*●દાદા:-* માલોજી ભોંસલે

*●શિક્ષક:-* દાદા કોન્ડદેવ

*●ગુરુ:-* સમર્થ રામદાસ

*●રાજ્યાભિષેક:-*
➖16 જૂન, 1674ના રોજ શિવાજીએ *કાશીના પ્રખ્યાત વિદ્વાન શ્રી ગાગાભટ્ટ (કાશીના વિશ્વેશ્વર ભટ્ટ) પાસે પોતાનો રાજ્યાભિષેક* કરાવ્યો હતો.
➖શિવાજીનો *રાજ્યાભિષેક રાયગઢના કિલ્લામાં* કરવામાં આવ્યો હતો.
➖રાજ્યાભિષેકના પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજ તરીકે *'ભગવો ધ્વજ'* લહેરાયો હતો.

*●રાજધાની:-* રાયગઢ

*●પ્રારંભિક જીવન ઘડતર:-*
➖ *જીજાબાઈ, કોંડદેવ, રામદાસ* ત્રિપુટીએ ભજવ્યો હતો.
➖દાદાજી *કોંડદેવે તેમને યુદ્ધકળામાં નિપુણ* બનાવ્યો હતો.
➖શિવાજીના રાજ્યધર્મ અંગેના ખ્યાલોના ઘડતરમાં રામદાસ અને અન્ય સંતોએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
➖છત્રપતિ શિવાજી *ડુંગરના ઉંદર* તરીકે જાણીતા હતા.

*●રાજશક:-* 
➖શિવાજીએ રાજ્યાભિષેકના પ્રસંગે વર્ષ ગણના માટે *'રાજ્યાભિષેક શકસંવત'* અથવા *'રાજશક'* નામે નવો સંવત શરૂ કરાવ્યો.
➖પોતાના નામના સોના અને ચાંદીના સિક્કાઓ પ્રચલિત કરાવ્યા.
➖સિક્કાની ઉપર *'શ્રી શિવ છત્રપતિ'* અંકિત કરવામાં આવ્યું હતું.

*●શિવાજીની લશ્કરી સિદ્ધિઓનો પહેલો તબક્કો:-*

*◆તોરણના કિલ્લા પર જીત:-*
➖તમણે મુસ્લિમ અધિકારીના તાબા હેઠળનો *'તોરણનો કિલ્લો'* જીતી લીધો.
➖તમણે અહીંથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા *'રાયગઢ'* નામના કિલ્લાનું નિર્માણ કરાવ્યું.
➖શિવાજીએ *સૌપ્રથમ તોરણાનો કિલ્લો જીત્યો* હતો.

*◆સિંહગઢના કિલ્લા પર જીત:-*
➖ઇ.સ.1644માં બીજાપુરી 'સિંહગઢનો કિલ્લો' જીત્યો.
➖મસ્લિમ કિલ્લેદાર મિયાં રહીમ મુહમદને લાંચ આપીને આ કિલ્લો જીત્યો હતો.આ કિલ્લો શિવાજીએ રક્તપાત કર્યા વિના મેળવ્યો હતો.

*◆રોહિડાના કિલ્લા પર જીત:-*
➖તમણે માલવ જાતિના યુવકોની સહાયથી આ કિલ્લો કબજે કર્યો.

*◆ચકના કિલ્લા પર જીત:-*
➖તમણે આ કિલ્લો કબજે કરીને તેનું નામ 'સંગ્રામ' કિલ્લો રાખ્યું.

*◆અન્ય કિલ્લાઓ પર જીત:-*
➖શિવાજીએ ઇ.સ.1647થી 1653ના ગાળા દરમિયાન પુરંદર , ચકન (સંગ્રામ દુર્ગ), શિરવેલ, સૂપા, બારમતી, ઇન્દ્રાપુર વગેરે કિલ્લાઓ જીતી લીધા.

*●સ્વરાજની સ્થાપના:-*
➖તમણે 1653 સુધીમાં મહારાષ્ટ્રમાં 'સ્વરાજ્ય'ની સ્થાપના કરી.
➖પોતાની જાગીરમાં પૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી.

*●લશ્કરી સિદ્ધિઓનો બીજો તબક્કો (રાજ્ય વિસ્તાર):-*

*◆જાવલીના કિલ્લા પર વિજય:-*
➖25 જાન્યુઆરી, 1656ના રોજ જાવલીનો કિલ્લો ત્યાંના જાગીરદાર હનુમંતરાવ મોરે પાસેથી છળકપટથી પડાવી લીધો.
➖આ કિલ્લાનાં વિજય પછી શિવાજીએ 'પ્રતાપ' નામે નવા કિલ્લાનું નિર્માણ કરાવ્યું.

*◆કોંકણનો વિજય:-*
➖અહીં શિવાજીએ મજબૂત વહીવટી વ્યવસ્થા સ્થાપી અને આબાજી સોનદેવને તેનો ગવર્નર નિયુક્ત કર્યો.

*◆બીજાપુર સાથે સંઘર્ષ:-*
➖બીજાપુરમાં આવેલા આ કિલ્લાઓ કબજે કરવામાં શિવાજીના સરદારો નેતાજી પાલકર અને અન્નાજી દત્તોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

*●અફઝલખાંનો વધ:-*
➖બને વચ્ચે પ્રતાપગઢની તળેટી પાસે મુલાકાત યોજાઈ હતી.
➖એકબીજાને ભેટતી વખતે અફઝલખાંએ શિવાજીની ગર્દનને પોતાની બગલમાં દબાવીને છરી વડે હત્યા કરવાનો પ્રયાસ કર્યો.
➖શિવાજીએ વાઘના નખ વડે તેના પેટના આંતરડા બહાર કાઢી નાંખ્યા.

➖ઔરંગઝેબના સમયમાં શિવાજીએ સુરતને બે વાર લૂંટયું હતું.
➖શઠ ખુશાલચંદે ઇ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી.
➖શિવાજીએ સુરત પર સૌપ્રથમ ઇ.સ.1664ના જાન્યુઆરીમાં આક્રમણ કર્યું.
➖સરતનો ગવર્નર ઇનાયતખાં સુરત શહેરને છોડી ભાગી ગયો.
➖આ ધનની મદદથી શિવાજીએ માલવણમાં 'સિંધુદુર્ગ' નામે કિલ્લો બંધાવ્યો.

➖રાજ્યાભિષેકના ખર્ચ (1 કરોડ રૂપિયાથી અધિક)ને પહોંચી વળવા માટે શિવાજીએ સઘળા પગારદાર કર્મચારીઓ ઉપર 'સિંહાસન-કર' નામે એક નવો કર લીધો.

*●પુરંદરની સંધિ:-*
➖શિવાજીએ ઔરંગઝેબના સેનાપતિ જયસિંહ સાથે 15મી જૂન, 1665ના રોજ મુઘલો સાથે 'પુરંદર' મુકામે સંધિ કરી.

*●વાણી-ડિંડોરીનું યુદ્ધ:-*
➖ઇ.સ.1670માં વાણી અને ડિંડોરીથી થોડા કિલોમીટર દૂર 'કંચન-મંચન ઘાટી'માં મુઘલસેના અને શિવાજીની સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું.
➖તયારપછી શિવાજીએ ત્ર્યમ્બકદુર્ગ પટ્ટા, રાવલા, જાવલા વગેરે કિલ્લાઓ જીતી લીધા.

*●શિવાજીનું અષ્ટપ્રધાન મંડળ:-*
1.પેશ્વા (મુખ્યપ્રધાન)
2.અમાત્ય (મજૂમદાર)
3.મંત્રી (વાકિયાનવીસ)
4.સુમંત (દબીર)
5.સચિવ (શુરુનવીસ કે સુરનિસ)
6.સેનાપતિ (સર-એ-નૌબત)
7.પંડિતરાવ (રાજપુરોહિત)
8.કાઝી-ઉલ-કુજાત

*●બટાઈ પ્રથા:-*
➖શિવાજીએ રાજ્યના કેટલાક ભાગમાં 'બટાઈપ્રથા' પણ પ્રચલિત કરી હતી.
➖ખડૂતો પાસેથી તેમની ઉપજનો અડધો ભાગ રાજ્યના મહેસુલી કર તરીકે વસૂલ કરવામાં આવતો હતો.

*●જમીનની માપણી:-*
➖કાઠી નામના માપદંડ (પાંચ હાથ અને પાંચ મુઠ્ઠી લંબાઈ ધરાવતું 'જરીબ' દોરડું)થી જમીનની માપણી થતી.

Comments