✳ પર્યાવરણની સંરચના અને તેના ઘટકો ✳

⭐ પર્યાવરણની વ્યાખ્યા :-

➡ ''આપણે અને આપણી આસપાસનુ બધુ એટલે પર્યાવરણ"

➡ "કોઈ એક સજીવ કે સજીવસમુહની આસપાસ રહેલી દરેક વસ્તુઓ કે અન્ય સજીવોને પર્યાવરણ કહેવાય છે. 

➡ " એ પરિસ્થિતિઓ કે જેના થકી પૃથ્વી પર વિવિધ સજીવો ઉદ્ભવી શકે છે, વિકસી શકે છે અને વિલીન થઈ શકે છે, તેને સંયુક્ત પણે પર્યાવરણ કહે છે". 

⭐ ૧૯૮૬ના પર્યાવરણીય કાયદા અનુસાર પર્યાવરણની વ્યાખ્યા :-

➡ "પર્યાવરણ એ કોઈ જીવનને ચારેય તરફથી ઘેરેલી ભૌતિક જૈવિક સ્થિતિ અને સાથેની પારસ્પરિક ક્રિયાને સમાવે છે." 

⭐ પર્યાવરણના ઘટકો :- 

🔸પર્યાવરણના ઘટકોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે: 
(૧) જૈવિક ઘટકો 
(૨) અજૈવિક ઘટકો 
(૩) ઊર્જા ઘટકો 

🔸 પર્યાવરણના મુખ્ય ઘટકોની ટૂંકમાં સમજૂતી :-

(૧) જૈવિક ઘટકો :-

🔸 પર્યાવરણના જૈવિક સંઘટકોને ત્રણ મુખ્ય વર્ગોમાં વિભાજીત કરી શકાય છે: (૧) વનસમપતિ (૨) પ્રાણીઓ (૩) સુક્ષ્મ જીવો

(૨) અજૈવિક (ભૌતિક) ઘટકો :-

🔸 વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, ખનીજો, પર્વતો, વગેરેને અજૈવિક (ભૌતિક) ઘટકોમાં સમાવી શકાય છે. 

🔸 આ ભૌતિક ઘટકો જ સજીવોના અસ્તિત્વ પર વિશેષ પ્રભાવ પાડનારા હોય છે. સજીવની જૈવિક સરંચના, આકાર, દેખાવ, સ્વભાવ, સંસ્કૃતિ પર આ ઘટકોનો વિશેષ પ્રભાવ હોય છે. 

(૩) ઊર્જા ઘટકો :-

🔸 સમગ્ર પર્યાવરણની ચેતના 'ઊર્જા' છે. ઊર્જાનું એક સ્વરુપમાંથી અન્ય સ્વરૂપમાં રૂપાંતર થતુ રહે છે. સજીવોને કોઈ પણ ક્રિયા કરવા માટે ઊર્જા અત્યંત આવશ્યક છે. ઊર્જા વગર સજીવ કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે નહિ.

🔸 સૂર્યની વિકિરણ સ્વરૂપે ઊર્જા પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે જે વનસ્પતિ દ્વારા પ્રકાશ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં (પ્રકાશ સ્વરૂપમાંથી રાસાયણિક સ્વરૂપમાં) રૂપાંતરણ થાય છે.

🔸પૃથ્વી સહિત સૌરમંડળ માટે ઊર્જાનો એક માત્ર સ્ત્રોત 'સૂર્ય' છે. તથા તમામ ઊર્જાનો અંતિમ સ્ત્રોત પણ સૂર્ય જ છે.

🔸 પૃથ્વીની સપાટી પર પ્રાપ્ત થતી સૌર ઊર્જાને સૂર્યતાપ (Insulation) અથવા સૌર વિકિરણ (Solar Radiation) કહે છે. 
🔸 પૃથ્વીની ક્ષૈતિક સપાટી (Horizontal Surface) પર પડનારા કુલ સૌરકિરણોને ભૂમંડલીય વિકિરણ (Global Radiation) કહે છે. 



Comments