આ આર્ટીકલમાં આપડે ગુજરાતના લોક નૃત્યો વિશે ડીટેલમાં માહિતી મેળવીશું અને ગુજરાતના લોકનૃત્ય નીચે આપેલા છે.
1. ટીપ્પણી નૃત્ય :
> સૌરાષ્ટ્રની ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય, તેમજ ખારવણ બહેનોનું નૃત્ય છે.
2. દાંડિયા રાસ :
> બે દાંડિયા દ્વારા તાલબદ્ધ ગોળાકાર નૃત્ય કરવામાં આવે છે તેને દાંડિયા રાસ કહેવામાં આવે છે.
દોઢીયો, પંચિયા, અઠીયા, બારિયા, ભેટીયા, નમન, મંડલ વગેરે દાંડિયા રાસના પ્રકારો છે.
> સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષોનું નૃત્ય
> ઉપરાંત ભરવાડ અને રબારીઓ માત્ર ઢોલ શરણાઈના તાલે ગીત વગર દાંડિયા રાસ રમે છે.
3. જાગ નૃત્ય | માંડવી નૃત્ય :
> જ્વારાને બાજોઠ પર રાખી માથે મુકીને જનોઈ, શ્રીમંત કે નવરાત્રી માં કરવામાં આવતું નૃત્ય.
4. ગોપ ગૂંથન નૃત્ય :
> સૌરાષ્ટ્રની કોળી અને કણબીઓનું નૃત્ય જેમાં નૃત્ય હારે રંગીન દોરીઓ વડે મનોહર ગૂંથણી ભરાય છે અને ઉખેરાય છે.
> આ નૃત્યમાં દોરીનું ગુંથણ કરવા યોગ્ય હલન ચલન મુખ્ય છે.
5. રાસ અને રાસડા :
> સૌરાષ્ટ્રમાં મોટેભાગે રાસ પુરુષો લે છે. જયારે રાસડા સ્ત્રીઓ લે છે.
> હલ્લીસક અને લાસ્ય નૃત્યોમાંથી રાસનો ઉદ્દભવ થયો છે.
> દાંડિયા રાસમાં ત્રણ તાળીના રાસ ખમીરવંતા લાગે છે.
> સૌરાષ્ટ્રના ભડવારો ગોપ સંસ્કૃતિના જાણીતા નૃત્ય ‘ડોકારાસ‘ અને ‘હુડારાસ‘ જેવા નૃત્યો કરે છે.
> ‘ડોકારાસ‘માં ગીત જરૂરી નથી જયારે હુડારાસમાં ‘કાનગોપી‘ ના ગીત જાણીતા છે.
> રાસડામાં લોક સંગીત મુખ્ય છે. કોળી ભરવાડ કોમના પુરુષો અને સ્ત્રીઓ સાથે જ રાસડા લે છે.
> ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરતુ નૃત્ય.
6. ગરબો :
> ગરબો શબ્દ એ સંસ્કૃત ભાષાના ગર્ભદીપ (ઘડામાં મુકાયેલો દીવો) શબ્દ પરથી ઉતરી આવ્યો છે.
> ગરબા મેવાડો વલ્લભ ભટ્ટ તથા તેમના ભાઈ મેવાડો ઘોડાભટ્ટે સર્જન કરેલું છે. વલ્લભ ભટ્ટની કર્મભૂમિ બહુચરાજી હતી.
> ગુજરાતમાં શક્તિપુજા તથા માતાજીની સ્તુતિ માટે ગરબા ગાવામાં આવે છે.
> ગરબો સ્ત્રી પ્રધાન છે.
> સામાન્ય રીતે મ્હાડ, કાફી, પીલું, ધનાશ્રી, કાલિંગડો અને સારંગ જેવા રાગનું મિશ્રણ ગરબામાં જોવા મળે છે.
> આ ઉપરાંત ગુજરાતમાં એકતાળી, ત્રણતાળી અને તાળી ચપટી ગરબા જાણીતા છે.
> નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન, ક્યારેક પુરુષો પણ જોડાય છે.
7. ગરબી :
> આ નૃત્ય પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે.
> આ પણ ગરબાની જેમ જ ગાવામાં આવતું નૃત્ય છે.
> ગરબો સામાન્ય રીતે સ્રીઓ જ ગાય છે. જયારે ગરબીએ પુરુષો નો નૃત્યો નો પ્રકાર છે.
> દયારામની ગરબીઓ જાણીતી છે.
8. તલવાર રાસ :
> સૌરાષ્ટ્રના શુરવીર કોમો હાથમાં તલવાર અને ઢોલ લઈને જે નૃત્ય કરે છે તે.
9. હુડા રાસ :
> સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જયારે હુડા રાસમાં ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સંધ નૃત્ય કરે છે.
10. મંજીરા નૃત્ય | પઢાર નૃત્ય :
> ભાલ-નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાનો સુભગ તાળમેળ સાથે કરાતું સંઘનૃત્ય.
> આ નૃત્યમાં તબલાં, એકતારો, મોટા મંજીરા વગેરે સંગીત વાદ્યોનો ઉપયોગ થાય છે.
11. હીંચ નૃત્ય | હમચી નૃત્ય :
> ભાલ પ્રદેશ અને કાઠીયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલિત છે. લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે. હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે.
> રાંદલ માતાને તેડવામાં આવે ત્યારે આ નૃત્ય કરવામાં આવે છે.
12. ઢોલો રાણો :
> ગોહિલવાડ પંથકના કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે.
13. ઠાગા નૃત્ય :
> ઉત્તર ગુજરાતના ઠાકોરોનુંખાસ કરીને હોળીના તહેવાર નિમિત્તે હાથમાં ધોકા અને તલવાર લઈને કરવામાં આવતું નૃત્ય.
14. વણઝારાનું હોળી નૃત્ય :
> ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષ ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.
15. મરચી નૃત્ય :
> તુરી સમાજની બહેનો લગ્ન પ્રસંગે તાળી પાડ્યા વગર, હાથની અંગે ચેષ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે.
16. ધમાલ નૃત્ય :
> મૂળ આફ્રિકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે છે મુશીરા (મોટા ઢોલ), ધમાલ (નાની ઢોલકી) અને સ્ત્રીઓના વાજિંત્રો ‘માયમી સરાં’ સાથે આ નૃત્ય કરવામાં આવે છે.
17. મેરાયો નૃત્ય :
> બનાસકાંઠા જિલ્લાના ઠાકોર કોમનું લોકનૃત્ય છે.
> સરખડ અને ઝુંઝાળી નામનો ઊંચા ઘાસમાંથી ઝરખા ગૂંથીને આ મેરાયો બનાવવામાં આવે છે. આ ઝુખલા ને ‘નાગલી‘ તરીકે ઓળખવામાં આવે છે.
18. બેડા નૃત્ય :
> વણઝારી બહેનો માથે સાત-સાત બેડા લઈને નૃત્ય કરે છે.
19. ઘેરાયો નૃત્ય :
> દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય.
20. રૂમાલ નૃત્ય :
> મહેસાણા જીલ્લાના ઠાકોર હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.
21. હાલી નૃત્ય :
> સુરત જીલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે.
22. ભીલ નૃત્ય :
> પંચમહાલ જીલ્લાના ભીલ જાતિના આદિવાસીઓ તીર, ભલા જેવા હથિયારો સાથે રાખી ચિચિયારી પાડીને નૃત્ય કરે છે.
23. ચાળો નૃત્ય :
> ડાંગ જીલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે.
> વડોદરા જિલ્લાના આદિવાસીનું ડાંગી નૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે.
24. આલેણી-હાલેણી નૃત્ય :
> વડોદરા જિલ્લાના આદિવાસીનું ડાંગી નૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે.
25. શિકાર નૃત્ય :
> ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઢું અને ભાલા લઈને શિકારે જતા હોય તેમ દેકારા-પડકારા કરીને શિકાર-નૃત્ય કરે છે.
26. તલવાર નૃત્ય :
> દાહોદ વિસ્તારના આદિવાસી પુરુષો માથે ધોળો ફેંટો બાંધી, શરીરે કબજા પહેરી, બુકાની બાંધી તલવાર લઈને નૃત્ય કરે છે.
27. માંડવા નૃત્ય :
> વડોદરા જીલ્લાના તડવી આદિવાસીઓનું નૃત્ય
28. હળપતિઓનું તુર નૃત્ય :
> દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે સાથે લાકડીના દાંડીકા વડે કાંસાની થાળી વગાડીને નૃત્ય કરે છે.
29. ડુંગરદેવ નૃત્ય :
> ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય
30. ચાબખી નૃત્ય :
> ઘરડા યુવાન વ્યક્તિઓ મનફાવે તેમ મુક્ત રીતે નાચે તેને ‘ચાબખી‘ કહેવાય છે.
> પોરબંદરમાં મેર જાતિના લોકોનું જાણીતું નૃત્ય છે.
31. રમલી નૃત્ય :
> હાસ્યરાસ ઉત્પન્ન કરતા આ નૃત્યમાં માદળ-મંજીરા વગાડીને લગ્નપ્રસંગને યાદગાર બનાવાય છે.
> ડાંગ અને વલસાડના આદિવાસીઓ આ નૃત્ય કરે છે.
32. અશ્વ નૃત્ય :
> ઉત્તર ગુજરાતના કોળી પુરુષો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ઘોડા સાથે હાથમાં તલવાર લઈને યુદ્ધ કરતા હોય તેમ નૃત્ય કરે છે.
33. ડીંડુળ નૃત્ય :
> તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગામડાઓમાં ફાગણ માસમાં બ્રહ્મચર્યવ્રતનું સતત પાલન કરનારા પુરુષો ડાંડિયા લઈ રાસની જેમ માંદુલ નામનું વાદ્ય અને વાંસળી તથા પિત્તળની થાળીના તાલ સાથે સંગીતબદ્ધ રીતે નવ પ્રકારે આ નૃત્ય કરે છે.
> તેમાં એક હરોળમાં સાડીઓ પહેરેલા પુરુષો તથા બીજી હરોળમાં ધોતીઓ પહેરનાર પુરુષો હોય છે.
34. તડવીઓનું ઘેરિયા નૃત્ય :
>ઘેરિયા નૃત્ય પંચમહાલ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત જિલ્લામાં વસતા તડવીઓનું ખૂબ લોકપ્રિય નૃત્ય ગણાય છે. હોળીને બીજે દિવસે એટલે કે ધૂળેટીના દિવસે, તડવી જાતિના કેટલાક જુવાનિયા શરીરે આગલા દિવસની હોળીની રાસ ચોળીને ધરિયા બને છે.
>કોઈ શરીરે ચૂનાનાં તલકાં કરે છે, કેટલાક ભોઈરીંગણીનાં બીની માળા બનાવીને ગળામાં પહેરે છે, કોઈ લીમડાના પાનનો ટોપો બનાવીને માથે પહેરે છે, કેટલાક નાની મોટી ઘંટડીઓ કે પરાઓ હાથે તથા કેડે બાંધીને વિવિધ વેશ ધારણ કરી નૃત્ય કરતા કરતાં પાંચ દિવસ સુધી ગામેગામ ફરે છે અને હાસ્યરસ પણ ઉત્પન્ન કરે છે.
>આ નૃત્યપ્રસંગે એક-બે પાત્રો શરીરે મેશ ચોપડીને પોતાનું મોં કાળુ કરીને કાલીમાસી બને છે. તે ફાટેલાં – તૂટેલાં
>કપડા અને ઘાઘરો પહેરી હાથમાં સૂપડું લઈને નાચે છે. કોઈ ઘેર ન આપે તો તે સૂપડું લઈ તેની પાછળ પડે છે.
નૃત્ય સાથે જોડાયેલાં અન્ય વ્યક્તિઓ
૧. સ્મિતા શાસ્રી :
સ્મિતા શાસ્ત્રીએ ભરતનાટયમઅને કુચીપુડી નૃત્ય શૈલીનાં પ્રખ્યાત કલાકાર છે. તેમણે વિશ્વવિખ્યાત નૃત્યવિદ મૃણાલિની સારાભાઈ પાસે દર્પણ સંસ્થામાંથી તાલીમ લીધી હતી.
તેમણે કલાગુરુઓ ચાતુની પદ્ધિકર અને આચાર્યબુ જેવાં વિદ્વાનો પાસેથી શિશા પ્રાપ્ત કરી છે. તેમણે ઈ.સ. ૧૯૭૧ માં અમદાવાદમાં ‘નર્તન સ્કૂલ ઑફ કલાસિકલ ડાન્સ’ નામે એક સંસ્થાની સ્થાપના કરી છે. તેમણે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનાં અધ્યક્ષા તરીકે પણ સેવાઓ આપી હતી. સ્મિતાબહેનને કલાક્ષેત્રે સિદ્ધિ બદલ ગુજરાત સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
૨. સોનલ માનસિંગ
જન્મ- ૩૦ એપ્રિલ, ૧૯૪૪ના રોજ દાદા – મંગળદાસ પકવાસા (સ્વાતંત્ર્ય સેનાની)
પિતા – અરવિંદ પકાવસા માતા – પૂર્ણિમા પકવાસા (સમાજસેવિકા)
કટક સ્થિત ઓડિસી શૈલીના ગુરુ કેલુચરણ મહાપાત્ર પાસે તાલીમલીધી.
નવી પેઢીને બહોળી જાણકારી એક જ છત્ર નીચે મળે તે માટે ૧૯૭૭ની સાલમાં દિલ્હી ખાતે “સેન્ટર ફોર ઈન્ડિયન કલાસિકલ ડાન્સ”ની સ્થાપના કરી.
ભરતનાટયમ અને ઓડિસી નૃત્ય શૈલીની સુપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના.
૩. ઈલાક્ષી ઠાકોર :
જન્મ- ૨૧ એપ્રિલ, ૧૯૩૬ના રોજ
પતિ – અરુણભાઈ ઠાકોર
ઈ.સ.૧૯૬૦માં અમદાવાદમાં ‘નૃત્યભારતી’ સંસ્થાની સ્થાપના કરી. નૃત્યભારતી સંસ્થાની શાખાઓ માત્ર ભારતમાં જ નહિ,પણ અમેરિકા, કેનેડા,ન્યૂઝીલેન્ડ અને જાપાનમાં આવેલી છે.
ઈલાક્ષીબહેનની સિદ્ધિ એ છે કે તેમણે ગુજરાતી ભાષામાં ભરતનાટયમ નૃત્યની રચનાઓ રજૂ કરી છે.
Comments
Post a Comment